ભાવનગરમાં મસ્જિદ ધરાશાઇ થતાં 2નાં મોત, 5ને ઇજા
Live TV
-
શહેરના ચાવડી ગેઇટ વિસ્તારમાં પાવર હાઉસ પાસે આવેલી બાપુની વાડીમાં આવેલ પ્રાચીન મસ્જીદનુ રીપેરીંગ કામ ચાલતુ હતુ તે દરમ્યાન અચાનક આખી મસ્જીદ ધરાશાયી થતા ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવ વખતે તેમા 7 જેટલા મજૂરો કામ કરતા હતા. જેમાંથી પાંચને ઇજાગ્રસ્ત હાલતે સારવાર માટે હોસ્પીટલમા ખસેડાયા હતા. જયારે બેના મોત નિપજયા હતા. તમામ સ્તરેથી બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરના ચાવડીગેઇટ પાવર હાઉસ પાસે આવેલ બાપુની વાડીમા આવેલી નૂરે મહમદી મસ્જીદ કે જે 50 થી વધુ વર્ષો જુની છે. તે જર્જરીત થઇ ગઇ હોય હાલમા તેનુ રીપેરીંગ કામ ચાલતુ હતુ. આજે ઝુમ્મા એટલેકે શુક્રવાર નમાઝીઓ માટે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. આજે બપોરે આ મસ્જીદમાં 350 જેટલા નમાજીઓ નમાઝ પઢતા હતા. અને બપોરના 2-15 વાગ્યે નમાઝ પુરી થઇ હતી.અને મસ્જીદમાં માત્ર મજુરો અને કડીયા કામ કરી રહયા હતા. જેની સંખ્યા 7હોવાનુ જાણવા મળેલ છે.