ભાવનગર SOG દ્વારા 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
Live TV
-
ભાવનગર શહેરમાં SOG પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ વિદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાંથી પાંચ મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાઓના મોબાઈલમાંથી બાંગ્લાદેશના કોડવાળા નંબર તેમજ સંબંધિત દસ્તાવેજો મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.દેશભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર SOG પોલીસની ટીમે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ દરમિયાન પાંચ મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી.યાર્ડમાં આ મહિલાઓ મોઢું ઢાંકી સફાઈ અને મજૂરીનું કામ કરતી હતી. પોલીસે પૂછપરછ સાથે તેમના મોબાઈલ ફોનની તપાસ કરતાં બાંગ્લાદેશના કોડવાળા નંબર મળી આવ્યા હતા. સાથે જ ફરીદપુર વિસ્તાર સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓ અમદાવાદથી ભાવનગર આવી હતી અને અહીં સફાઈ કામ સાથે જોડાયેલી હતી. હાલ પોલીસે તેઓ ભારતમાં કેવી રીતે પ્રવેશ્યા, કોની મદદથી અહીં પહોંચ્યા, ક્યાં રહેતા હતા, તેમની સાથે અન્ય કોણ સંકળાયેલા છે તેમજ કોઈ બનાવટી ભારતીય દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે સ્થાનિક સંપર્કો, મકાન માલિકો અને અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે વધુ તપાસ માટે અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે.
