ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારે UPSCના અધ્યક્ષ તરીકે શપથ લીધા
Live TV
-
ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારે આજે UPSCના અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા. કમિશનના વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.પૂર્વ અધ્યક્ષ પ્રીતિ સુદનનો કાર્યકાળ 29 એપ્રિલે પૂરો થયો ત્યારથી આ પદ ખાલી હતું.અજય કુમાર 2027 સુધી UPSCચેરમેન રહેશે.આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કુમારની નિયુક્તિને મંજૂરી આપી હતી. કુમારના સર્વિસ રેકોર્ડ મુજબ, કેરળ કેડરના 1985 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારીએ 23 ઓગસ્ટ, 2019 થી 31 ઓક્ટોબર, 2022 સુધી સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી હતી. UPSC ચેરમેનની નિમણૂક 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી કરવામાં આવે છે.અજય કુમારે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં PhD અને એપ્લાઇડ ઇકોનોમિક્સમાં MS કર્યું છે. તેમણે આ બંને ડિગ્રીઓ માત્ર ત્રણ વર્ષમાં મેળવી. તેઓ IIT કાનપુરમાંથી BTech ગ્રેજ્યુએટ છે અને ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સના ફેલો પણ છે.