મધ્યપ્રદેશ સરકારે મોરબીથી આવતા શ્રમિકોનું ટિકિટ ભાડું ચૂકવવાનો અભિગમ દર્શાવતા શ્રમિકોએ આભાર વ્યક્ત કર્યો
Live TV
-
મોરબીના સિરામિક એસોસિએશન અને વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં મધ્યપ્રદેશના શ્રમિકોના રજીસ્ટ્રેશની યાદી વહિવટી તંત્રને આપવામાં આવી
મધ્યપ્રદેશ સરકારે મોરબીથી આવતા શ્રમિકોનું ટિકિટ ભાડું ચૂકવવાનો અભિગમ દર્શાવ્યો છે.જેના કારણે મોરબીમાં ધંધા રોજગારી માટે સ્થાયી થયેલા અને વતન આવવા માંગતા મધ્યપ્રદેશના લોકોમાં વતન આવવાનો ઉત્સાહ વધી ગયો છે. પરપ્રાંતિય લોકોએ આ નિર્ણય બદલ રાજ્ય સરકાર તેમજ મધ્યપ્રદેશ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તો મોરબીના સિરામિક એસોસિએશન અને વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં મધ્યપ્રદેશના શ્રમિકોના રજીસ્ટ્રેશની યાદી વહિવટી તંત્રને આપવામાં આવી છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે એમપી સરકારના આ નિર્ણયને આવકારતા કહ્યું કે., શ્રમિકોને પોતાના વતન મોકલવાની આતુરતાનો સુખદ અંત આવ્યો છે. તો ધારસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી
