Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન

Live TV

X
  • કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ અને Odoo દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા,સમગ્ર દેશમાંથી થયેલી નોંધણીમાં ટોચની 50 ટીમમાં 187 વ્યક્તિઓની પસંદગી

    કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને Odoo India Pvt. Ltd. દ્વારા ૨૨-૦૧-૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સ્તરે Odoo X Gujarat Vidyapith - Hackathon’25ના આયોજન માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું. Hackathon’25 માટે વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને પ્રાધ્યાપકો પાસેથી સમસ્યા-કથન (પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ) મંગાવવામાં આવ્યા હતા. કુલ વીસ સમસ્યા-કથનમાંથી ત્રણ સમસ્યા-કથનની પસંદગી કરવામાં આવી હતી.

    વિદ્યાર્થીઓને Hackathon’25ના પડકાર(ચેલેન્જ) તરીકે આપવામાં ત્રણ સમસ્યા-કથન : Bridging Natural farming and Conscious, Empowering Women Technology for Inclusion and safety, Carbon footprint tracker. આપવામાં આવશે.Hackathon’25ની જાગ્રતિ ફેલાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એમસીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતની 80 કરતાં વધારે એન્જિનિયરિંગ અને એમસીએ કૉલેજમાં રૂબરૂ ગયા હતા. તેમણે જે તે કૉલેજના વિદ્યાર્થીઓને Hackathon’25 વિશે માહિતી આપીને તેમને Hackathon’25માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

    Hackathon’25 અંતર્ગત, ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોનાં 370 સંસ્થાનોનાં 1402 ભાઈઓ અને  615 બહેનો એમ કુલ 2017 વ્યક્તિઓએ નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવી હતી. જેમાં પ્રથમ તબક્કા(રાઉન્ડ)ના અંતે ટોચની પચાસ ટીમની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના અંતે ટોચની 50 ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 142 ભાઈઓ અને  45 બહેનો એમ કુલ 187 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી.

    22-23 માર્ચ, 2025 દરમ્યાન ટોચની પચાસ ટીમ ગૂજરાત વિદ્યાપીઠમાં ચોવીસ કલાક દરમ્યાન કોડિંગ કરી પોતાની જીતનો દાવો રજૂ કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply