મહિસાગરઃ યુવા ચિત્રકાર બિપીન પટેલે 1000 પેઈન્ટિંગનો સંકલ્પ કર્યો પૂરો
Live TV
-
મહિસાગરના યુવા ચિત્રકાર બીપીન પટેલે ગ્રામ્ય અને શહેરી જીવનને સુંદર રીતે વોટર કલરથી કંડાર્યું છે. આ યુવા આર્ટિસ્ટે એવો સંકલ્પ કર્યો હતો કે રોજ એક કલર પેઇન્ટિંગ તૈયાર કરવું. જે સંકલ્પ મુજબ તેમણે 17 મે 2016થી રોજ એક પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું અને ગઈકાલે એટલે કે 11 ફેબ્રુઆરી 2019માં તેમણે એક હજાર એક પેઇન્ટિંગ પૂર્ણ કર્યાં.
બિપિન પટેલને યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ સ્થળ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા 2017માં Best upcoming Artist એવોર્ડ, 2018માં અને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ અંતર્ગત બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મેળવ્યો છે.
અમદાવાદ એલ. ડી. એન્જિનિયરિંગના કેમ્પસમાં અમદાવાદ હેરિટેજ સિટી વિષય ઉપર પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પણ તેમણે બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ મેળવ્યો છે. 2017માં સોમનાથમાં યોજાયેલા ક્લાયજ્ઞમાં પણ બીપીન પટેલે તેમની કૃતિ રજૂ કરીને વિશેષ પુરસ્કાર મેળવ્યો હતો.
નોંધનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરના સોદર્યને પણ તેમણે કેન્વાસ પર ઉતારીને સુંદર કૃતિ તૈયાર કરી હતી. જે પીએમ મોદીને ગિફ્ટ કરી હતી. આ કૃતિ દિલ્લીમાં પીએમ મોદીના કાર્યાલયની શોભા વધારી રહ્યું છે. આ રીતે ગુજરાતના આ કલાકારની કલાકારીગરી દુનિયાભરમાં ખ્યાતિ મેળવી રહી છે.
