Skip to main content
Settings Settings for Dark

મહીસાગર, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉપરવાસમાં અનરાધઘાર વરસાદના કારણે ડોલવણની ઓલન નદી બે કાંઠે

Live TV

X
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તાપી, નવસારી સહિત કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

    દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો..સૌથી વધુ ડાંગ જિલ્લાના વઘઈમાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપીના સોનગઢમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લાના વાંસદામાં પાંચ ઈંચ, તાપીના ડોલવણ, ઉચ્છલ અને વ્યારામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

    ડાંગના વઘઇ અને સુબિરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો.મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સવારથી ક્યારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજે 1 ઈંચ વરસાદમાં માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો નવસારીમાં 3 દિવસના વિરામ બાક ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. તો અમરેલી જિલ્લાના જાફરાબાદના દિરયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદ બંદર પર હાલ 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply