Skip to main content
Settings Settings for Dark

મહેસાણા ખાતે ભારતીય વાયુસેનાની રોમાંચક એર શો દ્વારા મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગાયુ

Live TV

X
  • આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું .

     પાયલોટ કંવલ સિંધુ સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા , ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk132 વિમાનો આ કાર્યક્રમ દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટંટ રજૂ કરશે. આ શો હવામાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બની રહ્યું હતું.1996 માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. અત્યાર સુધી ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં  700થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

    પાયલટ્સ 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા, ઉપસ્થિત માનવ મેદની  રાષ્ટ્ર ભક્તિ ના રંગે રંગાઈ હતી..વધુ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા SKAT શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

    આ એર શો થકી એક મેસેજ એ પણ રહેશે કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે તેમજ યુવાનો માટે પણ પ્રેરણાદાઈ બાબત બનશે એરફોસમાં પણ યુવાનોના કારકિર્દી માટે એટલા જ સુલભ વૈકલ્પ છે. મહેસાણા નજરજનો વધુમાં વધુ આ અદ્ભુત કરતબ  અને રાષ્ટ્રપ્રેમ ને આનંદ થી માણ્યો હતો.આ એર શો માં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલવાયુસેના પાયલોટ રાજેશ કાનલા, ગૌરવ પટેલ તેમજ કંવલ સિંધુ ,સહિત મહેસાણા પ્રાંત અધિકારી પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply