Skip to main content
Settings Settings for Dark

મહેસાણા જિલ્લામાં લોકસભા સાથે વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણીની પ્રશાસન દ્વારા તૈયારીઓ

Live TV

X
  • મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજને જણાવ્યું હતું કે ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અને 26 વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયેલ છે. આ ચૂંટણી અંતર્ગત  પ્રિન્ટીંગ પ્રેસો દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-127 (ક) ની જોગવાઇનું પાલન કરવાનું રહેશે

             નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા, કે અંગેના સાહિત્ય ભીંતપત્ર તેમજ અન્ય સામ્રગી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના નામ,પૂરૂ સરનામું છાપવા સહિત સાહિત્યની સંખ્યા સ્પષ્ટ પણે દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સાહિત્ય છાપકામ માટે આદર્શ આચાર સંહિતાનું પણ પાલન કરવાનું રહશે, આ ઉપરાતં છાપકામના કર્યાના ત્રણ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી,જિલ્લા વિકાસ અધિકારીને તેમજ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને  નિયતજોડાણ અને જોડાણ ખ  ફોર્મ ભરીને મોકલી આપવાનું રહેશે

             આ ઉપરાત પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઇ મુજબનું એકરારનામું મુદ્રકે બે નકલમાં મેળવી લેવાનું રહેશે.એકરારનામું મુદ્રકે ચાર નકલમાં વિગતો મોકલી આપવા સહિતની  ચૂંટણી સંબધિત તમામ નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મિન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, મિડીયા નોડલ અધિકારીશ્રીઓ તેમજ પ્રિન્ટીંગ પ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply