મહેસાણા : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ આરોગ્યમંત્રીશ્રીએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં જિલ્લાના નાગરિકોને જણાવ્યું હતું. યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.
આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્વ ફલક પર નામના સાથે આજે વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
