મહેસાણા : બહુચરાજીવ્યંઢળ સમાજ તરફથી 51 હજારનું અનુદાન
Live TV
-
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે રામ જન્મભૂમી પર નિર્માણ પામનાર મંદિર માટે ધન રાશી એકત્રિત કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં યાત્રાધામ બહુચરાજી વ્યંઢળ સમાજના મનિસામાસી, સુધામાસી, ગીતામાસી, રંજનમાસી, સોનલમાસી એ શ્રી રામ જન્મભુમિ મંદિરના નિર્માણમાં રૂ.51 હજારનુ અનુદાન આપ્યુ હતુ. તે દાનની રકમ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં સંયોજક રમેશ ગંગેટીયા સહ સંયોજક અશોક પ્રજાપતિ, રાકેશ સોની, ભાવેશ દરજી, જગતસિંહ સોલંકી અને ભીખાભાઇ પ્રજાપતિ સહિત તમામ સભ્યો સ્વીકારી હતી.
બહુચરાજી વ્યંઢળ સમાજ તરફથી 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા ધન રાશી એકત્રિત કરવામાં આવી
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે રામભકતોની આસ્થાને મંદિરના નિર્માણ સાથે જોડવા વિશ્વ હિન્દુ પરીષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા ધન રાશી એકત્રિત કરવામાં આવી રહી છે. ત્યારે બહુચરાજી વ્યંઢળ સમાજ તરફથી 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે.
