માર્ચના પ્રારંભે જ પારો 41 ડિગ્રીને પાર
Live TV
-
માર્ચના પ્રારંભે જ પારો 41 ડિગ્રીને પાર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ‘યલો એલર્ટ’
ગુજરાતમાં આ વર્ષે ઉનાળાએ નિર્ધારિત સમય કરતાં વહેલી અને આક્રમક એન્ટ્રી કરી છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ 41.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો, કંડલા 41.4, અમદાવાદ 41.2, ડીસા 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
11 માર્ચ સુધી ‘યલો એલર્ટ’ની જાહેરાત
હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આજથી 11 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ (Hot and Humid conditions) રહેશે. આ ગંભીર સ્થિતિને જોતા અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે અમદાવાદ, પાટણ, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા , સુરત, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 11 તારીખના રોજ પણ રાજયના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જશે.
ગરમીથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, સુતરાઉ કપડાં પહેરવા અને પૂરતા પ્રમાણમાં પાણી તથા પ્રવાહી આહાર લેવો હિતાવહ છે.
