મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને GDPમાં 8 ટકાથી વધુ યોગદાન સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘વિકસિત ભારતના લક્ષ્યાંકને અનુરૂપ વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતની વ્યૂહરચના તૈયાર કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને જીડીપી એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદનમાં 8 ટકાથી વધુના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન પર છે.’ મુંબઈમાં યોજાયેલી વર્લ્ડ હિન્દુ ઇકોનૉમિક ફૉરમની વાર્ષિક બેઠકને સંબોધતા શ્રી પટેલે જણાવ્યું કે, ‘દેશના નિકાસમાં ગુજરાતનું 30 ટકા જેટલું યોગદાન છે. આજે ગુજરાત ઔદ્યોગિક પાવર-હાઉસ તરીકે ઉભરી રહ્યું છે.’
દેશના પહેલા ગૃહમંત્રી સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી પટેલે કહ્યું, ‘સરદાર પટેલે આઝાદી બાદ દેશની અર્થવ્યવસ્થાને પારદર્શક અને આત્મનિર્ભર બનાવવાના પોતાના વિચારથી દેશને અમૂલ્ય યોગદાન આપ્યું છે.’