મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબા 'મેક ઈન ઈન્ડિયા' સ્ટીલના પુલનું લોકાર્પણ
Live TV
-
1,432 મેટ્રિક ટન વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે, આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોંચિંગ નોઝનો ઉપયોગ કરાયો હતો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે 4 રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે.
આ પુલનો 60 મીટરનો સ્પાન ડબલ લાઈન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 60 મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે. આ નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ 4 મોટા પાટા 2 પશ્ચિમ રેલ્વે અને 2 DFCCIL અને 1 સિંચાઈ નહેર પાર કરવા માટે થશે.
પશ્ચિમ રેલવે અને DFCCIL ટ્રેક પર 1,432 મેટ્રિક ટન વજનના 100 મીટર લાંબા સ્ટીલ બ્રિજના નિર્માણ માટે, આશરે 525 મેટ્રિક ટન વજનના 84 મીટર લાંબા લોંચિંગ નોઝનો ઉપયોગ કરાયો હતો.
સ્ટીલ બ્રિજનું નિર્માણ ભુજમાં સ્થિત RDSO માન્ય વર્કશોપમાં થયું છે. તેના ઈન્સ્ટોલેશન માટે રોડ દ્વારા સાઈટ પર લાવવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રિજનો 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટરની ઉંચાઈ પર અમદાવાદના છેડે કામચલાઉ સ્ટ્રક્ચર પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 50 મીમીની ઊંડાઈએ નાખવામાં આવ્યો હતો. તેને બે અર્ધ-સ્વચાલિત જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતી.
100 મીટરના ગાળાના બ્રિજ એસેમ્બલીમાં આશરે 60 હજાર ટોર્સિયન-શીયર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ થાય છે. જે 100 વર્ષના જીવનકાળ માટે રચાયેલ છે. બ્રિજના 2 સ્પાન્સને C5 સિસ્ટમ પેઈન્ટિંગથી રંગવામાં આવ્યા છે અને તેને થર્મોપ્લાસ્ટિક બેરિંગ્સ પર મૂકવામાં આવશે.
જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત "મેક ઇન ઈન્ડિયા" પહેલ હેઠળ માળખાગત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના ટેક્નિકલ અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્ટીલ પુલના આ પ્રયાસનું મોટું ઉદાહરણ છે.
ગોઠવણીના ગુજરાતના ભાગમાં આયોજિત 17 સ્ટીલના પુલમાંથી આ છઠ્ઠો સ્ટીલ પુલ શરૂ કરવામાં આવ્યો છે. સુરત, આણંદ, વડોદરા (મુંબઈ એક્સપ્રેસ વે), સિલવાસા (દાદરા અને નગર હવેલી) અને વડોદરામાં અનુક્રમે 70 મીટર, 100 મીટર, 230 મીટર (100 + 130 મીટર), 100 મીટર અને 60 મીટર સુધીના 5 સ્ટીલના પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
