મુખ્યમંત્રીઃ ઉત્તરાખંડમાં બનેલી ઘટના માટે ગુજરાત સરકારની પ્રતિક્રિયા
Live TV
-
ઉત્તરાખંડમાં બનેલી ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.. જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ Tweet કરતા જણાવ્યું હતું કે તે ઉત્તરાખંડના મુખ્યમંત્રીના સંપર્કમાં છે અને ગુજરાતથી ઉત્તરાખંડ ગયેલા પ્રવાસીઓને પરત લાવવા અને ફસાયેલા પ્રવાસીઓ અંગે પણ માહિતી મેળવવા ઉત્તરાખંડ સરકારને જાણ કરી છે. તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કંન્ટ્રોલ રૂમ શરૂ કર્યા છે. જ્યાંથી પ્રવાસીઓ અંગે માહિતી મળી શકે.આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ટવિટ કરીને તમામ ફસાયેલા લોકોને સલામતીની પ્રાર્થના કરી છે..ત્યારે ફસાયેલા પ્રવાસીઓની વાત કરીએ તો માત્ર 2 પ્રવાસીઓ શ્રીનગર ખાતે ફસાયા હતા જે હાલ સલામત સ્થળે પહોંચી ગયા છે. બાકીના 50 જેટલા પ્રવાસીઓ હરિદ્વાર ગયા હતા તેઓ સલામત છે.