મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદમાં કાર્યરત Wild Life Care Centerની મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 થી 20 જાન્યુઆરી સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત Wild Life Care Center ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન Wild Life Care Centerમાં ઓપરેશન થિયેટર, OPD, X-Ray Room તથા Wild Life Care Center દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 900 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો પર 750 થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700 થી વધુ સેવાભાવી સ્વયંસેવકો આ ‘કરૂણા અભિયાન’માં સહભાગી થયા છે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો 83-2000-2000 નંબર પર વોટ્સઅપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે.
