મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
Live TV
-
અમદાવાદના આંગણે 'કાંકરિયા કાર્નિવલ-2025'નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રિબન કાપીને આ સાત દિવસીય મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.
અમદાવાદના આંગણે 'કાંકરિયા કાર્નિવલ-2025'નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રિબન કાપીને આ સાત દિવસીય મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.
અમદાવાદના આંગણે આજથી મનોરંજનના મહાકુંભ સમાન 'કાંકરિયા કાર્નિવલ-2025'નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રિબન કાપીને આ સાત દિવસીય મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાત દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો
25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં શહેરના નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. કાર્નિવલ દરમિયાન કાંકરિયાના પરિસરમાં વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં દરરોજ નામાંકિત કલાકારો દ્વારા સંગીત, ડાયરો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવશે.સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રવેશ
કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં ડ્રોન શો, લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ભવ્ય આતશબાજી. ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા લોક ડાયરો અને મ્યુઝિકલ પરફોર્મન્સ. વિવિધ રાઈડ્સ અને લાઈવ કેરેક્ટર્સ.વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
માત્ર મનોરંજન જ નહીં, પરંતુ આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ શહેર માટે રૂ. 526 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યોથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. કાર્નિવલના પ્રથમ દિવસે જ અમદાવાદીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકો સંગીતના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા. ભીડને જોતા પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મેડિકલ હેલ્પ ડેસ્ક તેમજ વોચ ટાવર્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના સ્વાગત સાથે આ મહોત્સવનું સમાપન થશે.
