Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2023ના રાજ્ય સરકારના કેલેન્ડરનું વિમોચન

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-2023ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું. ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-2023 ની વિવિધ વિષયવસ્તુ-થીમ સાથેનું કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે કરવામાં આવ્યું. 

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.  સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.  આ પ્રસંગે માહિતી નિયામક આર. કે. મહેતા, ડીજીપીએસ  વી. એમ. રાઠોડ, અધિક  માહિતી નિયામક પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply