મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં AMAના પ્રેસિડેન્ટ તથા અન્ય સભ્યોનો શપથગ્રહણ સમારોહ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રીએ ડોક્ટરોએ હડતાલ પર ઉતરવું ના જોઈએ કારણ કે ડોક્ટરોના હડતાળ પર ઉતરવાથી દર્દીઓને તકલીફ પડે છે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી. A M A. ના નવા પ્રમુખ તરીકે ડોક્ટર તુષાર પટેલ અને તેમની ટીમની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , અમદાવાદ મેડિકલ એસોસિએશન સમાજની સાથે રહીને ખુબ જ સુંદર કામ કરી રહ્યું છે. તેમણે ડોકટરોને અનુરોધ કર્યો હતો કે કોઈપણ સંજોગોમાં ડોક્ટરોએ હડતાલ પર ઉતરવું ના જોઈએ કારણ કે ડોક્ટરોના હડતાળ પર ઉતરવાથી દર્દીઓને તકલીફ પડે છે. આ અવસરે નવા પ્રમુખ ડો. તુષાર પટેલે ટીબી નાબૂદી અભિયાન કેન્દ્ર સરકાર સાથે રહીને કરવાની તેમજ અમદાવાદની 410 સ્કુલના એક લાખ 70 હજાર વિદ્યાર્થીઓને CPRની તાલીમ આપવાની જાહેરાત કરી હતી.
