મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 'લોકભવન' ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી સંપન્ન
Live TV
-
પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે આજે ગાંધીનગર સ્થિત 'લોકભવન' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.
રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ અને દિવ્યાંગ બહેનોએ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મંગલકામના કરી હતી.મુખ્યમંત્રીએ રાખડી બાંધવા આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વહર્ષ સ્વીકારી હતી.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે રીટાબેન પટેલ,નિમિષાબેન સુથાર,પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની હાજરીમાં સમગ્ર વાતાવરણ સ્નેહ અને બંધુતાના રંગે રંગાયું હતું.
