મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા સાથે કર્યું સ્નેહ ભોજન
Live TV
-
ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેના સન્માનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું.
મુખ્યમંત્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમ્યાનની વાતચીતમાં ગુજરાત ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા,મુખ્યસચિવ રાજકુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગાન કલાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.
