Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની મેચનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદમાં ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની મેચનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદના એકા ક્લબ - ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે  સીએટ કંપની દ્વારા આયોજીત ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ દિલધડક મોટરબાઈક રેસિંગના આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. 

    ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મેયર પ્રતિભા જૈન, સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ-ISRLના સહ-સ્થાપક અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલ, મોટી સંખ્યામાં બાઇક રાઇડર્સ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

    ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ - ISRL વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝ રેસિંગ લીગ છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહેલ રાઇડર્સને શુભકામના પાઠવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply