Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા આર.ઈ. પાર્કની મુલાકાત લઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

    આ તકે મુખ્યમંત્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ 2020માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.અંદાજે 800  સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ 100 ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.‌

    ખાવડા રિન્યૂએબલ પાર્કમાંથી દેશનાં અંદાજે 1 કરોડ 85 લાખ ઘરને વર્ષ 2028  સુધીમાં વીજળી મળશે.  આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યારસુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આરઈએલ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ,ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રીયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓનાં પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

     આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટર આનંદ પટેલ, અગ્રણી દેવજીભાઈ વરચંદ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલ, અદાણી ગૃપના પ્રોજેક્ટ હેડ તીર્થનાથ સિંઘ, સર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ અનિલ મુસર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply