Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • ગાંધીનગરમાં સૌ પ્રથમવાર રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે. IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરાયું છે.

    રાજ્યની 6 મહાનગરપાલિકાઓના મેયર્સની ટીમ અને 8 કોર્પોરેશન્સના કમિશનરની ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. 

    IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તારીખ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલા પદાધિકારીઓ માટે પણ ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. 

    મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટીમ્સને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટના પ્રારંભ સમારોહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરા પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply