Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં રૂ.397 કરોડના 91 પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ.397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી આપતા જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે. 

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે રૂ.2111 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.34.40 કરોડ ફાળવ્યા છે.

    મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મુકતા જણાવ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

    કેન્‍દ્ર સરકારના બજેટમાં શહેરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આપણા શહેર ગ્રોથ હબ બને તેવી નેમ પણ આ બજેટમાં રાખવામાં આવી છે. ગુજરાતના સહિત દેશના 100 મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. 

    લોક ભાગીદારીથી કેવા સારા પરિણામ મળી શકે તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છે, ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકળામાં કાપ, માટી, ઝાડી-ઝાંખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું. પણ આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ 9 કિમી જેટલા લાંબા કાળવા વોંકળાનું PPP મોડલ પર ડીસિલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરહાનીય પ્રયાસ કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતાં.

    મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'એક પેડ મા કે નામ' ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા 25,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply