Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સિક્યોરીટી ગાર્ડની ટીમ સાથે મળીને કરી શસ્ત્રોની પૂજા

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  વિજયાદશમીના પર્વની ઉજવણીના ભાગરુપે તેમના સુરક્ષા કર્મીઓ સાથે મળીને વિધિવત શસ્ત્રપુજા કરી હતી.  તેમણે પોતાના સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે દેશ અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિજયાદશમીનું આ પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે.

    મુખ્યમંત્રીએ વિજયાદશમી પર્વ સમાજમાં સદભાવના-સમરસતા સૌહાર્દ, પરસ્પર પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply