મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાથી રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ
Live TV
-
રવી કૃષિ મહોત્સવ - 2024 નો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડાથી કરાવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહીત સાંસદો, ધારસભ્યો, અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવ રાજ્યના 246 તાલુકાઓમાં યોજાશે,, જેથી અંદાજે 2.50 લાખ ધરતી પુત્રો સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે વર્ષ 2005 થી કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.
બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેક્નોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવ્યા.
