Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની ઉતારી આરતી

Live TV

X
  • ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કરી હતી... ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધન્યતા અનુભવી હતી.

    આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળશે.. આજે રથયાત્રાના આગળના દિવસે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામે,, સોના-વેશ ધારણ કર્યા છે.. 

    આજે આખો દિવસ ભક્તોને ભગવાનના સોના-વેશના દર્શન મળ્યા.  વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથાજી સોનાનો-વેશ ધારણ કરતા હોય છે.. આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવ્યા.. મોટી સંખ્યામાં ભગવાનના આ રૂપના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. 

    અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ માટે AI આધારિત CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.... અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું હતું કે, "ભગવાન જગન્નાથની 148મી યાત્રા માટે ખૂબ જ વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી છે... કુલ મળીને 23 હજાર થી વધુ પોલીસ અને ગૃહરક્ષકોને યુનિફોર્મમાં તૈનાત કરવામાં આવશે... 152 સંવેદનશીલ પોઈન્ટ છે, અમે 25 વધારાના વોચ ટાવર બનાવ્યા છે અને 240 હાઈરાઈઝ પોઈન્ટ છે..."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply