Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 42 કરોડના ખર્ચે બનેલ કોમ્યુનિટી ભવનનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • આ ભવનમાં 1 હજારથી વધારે બેઠક, બેન્કવેટ હોલ, કિચન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

    અમદાવાદ શહેરના શેલા અને સાઉથ બોપલ વિસ્તારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની ભેટ આપી છે. આ વિસ્તારના લોકની સુખાકારી માટે ઔડા દ્વારા 42 કરોડના ખર્ચે ભવ્ય કોમ્યુનિટી ભવન બનાવવામાં આવ્યું છે. જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવનમાં 1 હજારથી વધારે બેઠક વ્યવસ્થા છે. તેમજ બેન્કવેટ હોલ, કિચન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. સાથો સાથ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગી કરીને વિશાળ વીડિયો સ્ક્રીન તથા આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે ઔડાના અધિકારીઓ સાથે સમગ્ર કોમ્યુનિટી ભવનના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી અને તેમણે પ્રશંસા વ્યક્ત કરી હતી. આજે સાણંદમાં સાણંદ તાલુકા વેપારી સંઘ નિર્માણ પામનાર ગોડાઉન  અને પરિસરનું ખાતમૂર્હત પણ કરાશે.  તેમજ સાણંદમાં જ મોડાસર અને જોલાપુર ખાતે તળાવનું ઉદ્દધાટન પણ કરાશે. આ ઉપરાંત, સાણંદ ખાતે ઔડા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply