Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની દીકરી નિશાકુમારીની સફળતાનું સન્માન

Live TV

X
  • રાજ્યના સરળ,સૌમ્ય અને વિકાસ માટે દ્રઢ સુકાની, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 16 હજાર કિલોમીટરથી લાંબી સફળ સાયક્લ યાત્રાની ગુજરાતને ગૌરવ અપાવનારી સિદ્ધિ માટે એવરેસ્ટર નિશાનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. વડોદરા મેરેથોનના આયોજકો એ આ સમારોહમાં નિશાને ખાસ તેડાવીને,મુખ્યમંત્રીના હસ્તે અભિવાદન કરાવીને એને પ્રોત્સાહિત કરી હતી.

    વડોદરાની દીકરી, રાજ્યની દીકરી, નિશાકુમારીએ તાજેતરમાં વડોદરાથી લંડનની મહાવિકટ અને પડકારો થી ભરેલી સાયકલ યાત્રા, મુસીબતો થી હતાશ થયા વગર અને વિષમ વાતાવરણ થી ડગ્યા વગર પુરી કરી.આ સાહસમાં તેની સાથે પાલનપુરના અનેયુવાનોને સાહસનું પ્રશિક્ષણ આપતા માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ કરીને સાથ આપ્યો હતો.210 દિવસમાં આ અંતર પૂરું કરીને નિશાએ અને નિલેશભાઇએ ચીન સહિત 16 દેશોમાં થી પસાર થતા આ રસ્તા પર આ પ્રકારના સાયકલિંગ અને મોટરિંગ નો અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો જેના માટે ઇંગ્લેન્ડની સંસ્થાએ તેમને પ્રમાણપત્ર આપ્યું છે.

    નિશાએ જણાવ્યું કે આ પ્રવાસને સરળ બનાવવામાં ભારત સરકાર અને વિદેશ વિભાગે ખૂબ સહયોગ આપ્યો હતો અને મુખમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.આજે તેમના હસ્તે મોમેન્ટો પ્રાપ્ત કરી ખૂબ પ્રોત્સાહિત થઈ છું. હું આ સન્માન માટે મુખ્યમંત્રી, તેજલ અમીન અને વડોદરા મેરેથોનના આયોજકોનો હૃદય થી આભાર માનું છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
apply