Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા જુદા જુદા વિકાસ કાર્યો માટે 1,646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી

Live TV

X
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 3  મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1,646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ. 184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

    સુરત મહાનગરપાલિકા દ્વારા 2023-24નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના 21 અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી 70.31  કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક - માર્ગોના ૨૫ કામો માટે ફાળવવા અંગે કરી હતી.

    આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ. 348.20 કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply