Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડો યુએસ વ્યૂહાત્મક ભાગીદારી ફોરમના સંમેલનને સંબોધન કર્યુ

Live TV

X
  • મુખ્યમંત્રીએ જણાવ્યું, ગુજરાતમાં વિકાસની વિપુલ તકો રહેલી છે. સંરક્ષણ અને ફાર્મા સહિતના ક્ષેત્રોમાં અમેરિકા સાથે સહયોગ સાધવા મુખ્યમંત્રીએ તત્પરતા દર્શાવી.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુ.એસ. ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની લીડર શીપ સમિટમાં સંબોધન કર્યું હતું. ૩૧ ઓગસ્ટ થી શરૂ થયેલા નેવી ગેટિંગ ન્યુ ચેલેંજીસના પાંચ દિવસીય સેશનમાં મુખ્યમંત્રીએ ગુરુવારે સાંજે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. તેમણે આ સમિટમાં ‘ગુજરાતમાં રોકાણની તકો - ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનીટી ઇન ગુજરાત’ વિષય પર સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે ગુજરાત વિકાસ માટે વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતની ઇકો સિસ્ટમથી અમેરીકી રોકાણકારો આકર્ષિત થઇ ગુજરાતને બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પસંદગી આપે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. ગુજરાત અને અમેરીકાના સ્ટાર્ટઅપને સાથે મળી બિઝનેસ ઇકો સિસ્ટમ માટે ફોર્મલાઇઝ્ડ સ્ટાટર્અપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા મુખ્યમંત્રીએ આહૃવાન કર્યું હતું. સેમી કન્ડક્ટર્સ, ઇલેકટ્રોનિક્સ, ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપની સહભાગીતા ગુજરાત અને અમેરીકા બંનેને લાભદાયી નિવડશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં આવા ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓની ભાગીદારી પ્રેરિત કરવા માટે જરૂરી મદદ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકાર દ્વારા સિનિયર નોડલ ઓફિસર નિયુક્ત કરવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ગુજરાતે અમેરીકા સાથે લાઇફ સાયન્સીસ, ડીફેન્સ, પે્ટ્રો કેમીકલ્સ અને ક્લીન એનર્જી સહિત, લોજીસ્ટીક્સ વેર હાઉસીંગ અને ફાર્મા સેક્ટરમાં સહયોગ માટે તત્પરતા દર્શાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply