મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો સુરેન્દ્રનગરથી કરાવ્યો રાજ્ય વ્યાપી પ્રારંભ
Live TV
-
સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13,834 કામો રૂ. 33,009 લાખના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. જેનાથી આશરે 14,000 લાખ ઘન ફૂટ જથ્થાના જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પાંચાળ ભૂમી સુરેન્દ્રનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13,834 કામો રૂ. 33,009 લાખના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. જેનાથી આશરે 14,000 લાખ ઘન ફૂટ જથ્થાના જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોક ભાગીદારીથી આશરે 3,524 તળાવો, ચેકડેમો, જળાશય ઉંડા કરવા તથા ડિસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતને પાણીદાર બનાવવું છે. તેમણે કહ્યું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાં આ જળ અભિયાન લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડીને જળ સંકટ દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ છે. વિજય રૂપાણીએ આ અભિયાનથી ગુજરાતને સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનાવશે તેમ પણ ઉમેર્યું હતું.
