Skip to main content
Settings Settings for Dark

મોડાસાની શાળાઓમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી 

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં માર્ગ સપ્તાહ સલામતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસાની શાળાઓમાં પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 

    મોડાસાની કસ્બા વિસ્તારની એફ. યુ. મલેક પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાળકોને હેલ્મેટ પહેરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોડાસા રૂરલ પોલીસ દ્વારા પણ વિશેષ જાણકારી અપાઇ હતી.

    પોલીસ તંત્ર દ્વારા બાળકોના પિતા વાહન ચલાવતી વખતે હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ, શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply