મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરોડાના સૈદ્ધાંતિક કામોને બોર્ડે આપી મંજૂરી
Live TV
-
વિરોધ પક્ષનાં સભ્યો, અધિકારીગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મોરબી જિલ્લા પંચાયતે સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. ત્યારે આ સભામાં બહુમતી સાથે ૨ કરોડ,૪૦ લાખ,૬૧ હજાર રૂપિયાના સૈધાંતિક કામ ને બોર્ડે મંજૂરી આપી હતી. તો જિલ્લા પંચાયતમાં યોજાયેલી સભામાં વિરોધ પક્ષ દ્વારા 15 માં નાણાંપંચનાં વિકાસ કાર્યો અને ગ્રાન્ટ ફાળવણી માટે વિરોધ પક્ષને વિશ્વાસમાં ન લેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભારે તોફાની અને ચર્ચાસ્પદ બની
તે ઉપરાંત આઉટ સોર્સ કર્મચારીઓના વેતન અંગે એજન્સી દ્વારા અન્યાય, રોડ રસ્તા અને વિકાસ કાર્યો સહિત વિવિધ એજન્સીઓ, જિલ્લા આરોગ્ય નિયામકને સરકાર હવાલે કરી પરત મોકલવા અને સામાન્ય સભામાં ઉપસ્થિત વાંકાનેરનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા વિકાસ કાર્યો અંગે કરવામાં આવેલા સવાલો સહિત વિવિધ બાબતે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભારે તોફાની અને ચર્ચાસ્પદ બની રહી હતી.
વિરોધ પક્ષનાં સભ્યો, અધિકારીગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
તો આ તકે જિલ્લા વિકાસ અધિકારી જયેશ પ્રજાપતિએ જે કોઈ રજૂઆતો આવશે અને પોતાના ધ્યાને જે કોઇ હકીકતની જાણકારી મળશે તો તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી છે. તેમજ આ તકે રાજ્ય સરકાર પ્રેરિત સગર્ભા મહિલાઓ સહિત વિવિધ બાબતે પ્રશંસનીય કામગીરી અંગે બોર્ડમાં જાણકારી આપી હતી. આ તકે મોરબી જિલ્લા પંચાયત સામાન્ય સભામાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, પ્રમુખ હંસાબેન પારેઘી, ઉપ પ્રમુખ જીતુભાઇ સોમાણી, ચૂંટાયેલ શાશક પક્ષ અને વિરોધ પક્ષનાં સભ્યો, અધિકારીગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
