Skip to main content
Settings Settings for Dark

મોરબી: વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત, ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીનું માર્ગદર્શન અપાયું

Live TV

X
  • ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે 100 ટકા નળ જોડાણ સિદ્ધિ માટે પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, માતૃશક્તિ વગેરે યોજનાઓના લાભાર્થીઓએ  મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સહિત સરકારી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

    ખેડૂત મિત્રોને અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શક્તિનગર ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply