યુરિયાના કાળા બજારો મોદી સરકારે બંધ કરાવ્યા: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા
Live TV
-
જામનગરની ટૂંકી મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી, પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જામનગરની ટૂંકી મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમ જ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બુદ્ધિજીવી નાગરિકોને સંબોધ્યા હતા.
મનસુખભાઈ માંડવીયાએ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ચાર વર્ષના વિકાસ કામોની યાદી પત્રકારો સમક્ષ તેમ જ બુદ્ધિજીવી નાગરિકો સમક્ષ રજૂ કરી હતી. મનસુખભાઈ માંડવીયાની જામનગર મુલાકાત દરમિયાન તેઓએ નરેન્દ્ર મોદી સરકારની કામગીરી વિશે જણાવ્યું હતું કે દેશમાં યુરિયાની તંગી નથી. તેમ જ યુરિયાના કાળા બજારો મોદી સરકારે બંધ કરાવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછીના આટલા વર્ષોમાં પહેલી વખત સરકારે સોળસો કરોડ રૂપિયાના ખર્ચે મગફળી ચણા અને તુવેરદાળની ખરીદી કરી છે તેમ જ રૂપિયા 850 કરોડની મોદી સરકારની મોટી સિદ્ધિ છે.
જામનગર મુલાકાત પ્રસંગે તેઓએ ગૌરવ પુરસ્કાર વિજેતા સ્વાતિબેન મહેતાના ઘરે જઈ તેમને પ્રબુદ્ધ નાગરિકો સર્ટીફીકેટ એનાયત કર્યું હતું. મનસુખભાઈની મુલાકાત પ્રસંગે મૈયર પ્રતિભાબેન કનખરા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ તેમજ પૂર્વમંત્રી રાઘવજીભાઈ પટેલ, ચીમનભાઈ સાપરિયા, વસુબેન ત્રિવેદી વિગેરે હાજર રહ્યા હતા.
