રંગસાગર પર્ફોરર્મિંગ આર્ટ સંસ્થા દ્વારા ગાંધીબાપુને ઓનલાઈન શ્રદ્ધાંજલી આપવામાં આવી
Live TV
-
જેમાં વડોદરાની 12 સંસ્થાઓ, અમદાવાદની 15 સંસ્થાઓ જોડાઈ હતી
રંગસાગર પર્ફોરર્મિંગ આર્ટ સંસ્થા દ્વારા ગાંધી નિર્વાણ દિવસે ગાંધી બાપુને સાંજે 7.00 થી 7.15 સુધી ઓનલાઈન શ્રદ્ધાજલી આપવામાં આવી હતી. જેમાં વડોદરાની 12 સંસ્થાઓ, અમદાવાદની 15 સંસ્થાઓ જોડાઈ હતી. આ 15 મિનિટના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી 100 જેટલી સંસ્થાઓના 4,000થી વધુ કલાકરો ઓન લાઈન શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં સંકળાયેલ મુખ્ય સંસ્થા રંગસાગર પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સહભાગી થયેલ દેવ્યાનીરાજે ગાયકવાડ અને પ્રિન્સ અશિકરાજે ગાયકવાડ તેમજ શાળાના સંચાલકો અને શિક્ષકોને મેડલ તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત 70 જેટલા શિક્ષકોને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સંકળાયેલ તમામ કલાકારોને મેડલ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.