Skip to main content
Settings Settings for Dark

રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં દાહોદની ઈન સ્કૂલમાં 4739 બાળકોને ભણતર સાથે વિવિધ રમતોની તાલીમ મેળવી

Live TV

X
  • 'ઈન સ્કૂલ' શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી સુવિધા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રમતગમત મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે 'ઈન સ્કૂલ' યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેમાં શિક્ષણની સાથે સાથે રમતગમતની તાલીમ પૂરી પાડવામાં આવે છે. 

    મંત્રીએ જણાવ્યું હતું કે, 'ઈન સ્કૂલ' શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવેલા રમતના સાધનો અને મેદાનો માટે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે. આ યોજનામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિવિધ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા પસંદ થયેલી શાળાઓમાં વિવિધ રમતના ટ્રેનર્સ પૂરા પાડવામાં આવે છે. એટલું જ નહિ, શાળા સમય દરમિયાન ફિઝિકલ એજ્યુકેશનના તાસ અને શાળા સમય બાદ ખેલાડીઓને ટ્રેનર્સ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.

    રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમત-ગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply