રસ્તાઓને સુધારવા 9,252 કરોડનું બજેટ, બ્રિજ પર બનશે "z" આકારની રેલિંગ
Live TV
-
શુક્રવારે વિધાનસભામાં માર્ગ અને મકાનનું બજેટ 9,252 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. ગૃહમાં મંજૂર કરાયેલા બજેટથી રાજ્યના નાનામાં નાના માર્ગથી લઈને 6 લેન રસ્તાના કામ કરવામાં આવશે.
પ્રજા અને વાહન ચાલકોની સલામતી ધ્યાનમાં લઈને હાઇ-વે પર રસ્તામાં જે બ્રિજ આવે છે તેની ઉપર રેલીગની વ્યવસ્થા છે. જોકે વાહન ઝડપ અને ફોર્સથી રેલિંગ સહન ન કરી શકતા વાહન નીચે પડે છે અને અકસ્માત થાય છે. તાજેતરમાં ભાવનગર અને બોડોલ આવી જાણહાનિની ઘટના બની હતી. તે ધ્યાનમાં રાખીને "z" આકારની નવી રેલિંગ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી રેલિંગ કોન્ક્રીટ અને લોખંડના બોલ્ટવાળી હશે. રાજ્યના લગભગ 995 બ્રિજ પર લગાવાશે.
ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ બજેટ
રાજ્યના મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા તે એક મોટો પ્રશ્ન છે, જેનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારે 800 કરોડ ફાળવ્યા છે, જેના થકી રાજ્યમાં 750 જગ્યાએ ફ્લાય ઓવર બનાવાશે.
આ સાથે જ ગામડાઓના રસ્તાઓને મોટા બનાવવા પણ ખાસ નિર્ણય કર્યો છે. જે જિલ્લા અને તાલુકામાં જે સ્થળે 5 કે 7 મીટરના માર્ગ છે, તેને 10 મીટર કરવાનો પણ નિર્ણય કરાય છે, જેના કામગીરી ચાલુ વર્ષે કરાશે.
અંકિત ચૌહાણ, ડિજિટલ ન્યૂઝ રૂમ, ડીડી ન્યૂઝ, ગુજરાતી