રાજકોટને શબ્દ, સાહિત્ય, કલા સંસ્કૃતિનું સંગમ નગર બન્યું હોવાનું જણાવતા CM રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાજકોટ મહાનગર પાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રંગીલા રાજકોટવાસીઓની ઓળખ મોટાભાગે આનંદ પ્રમોદ અને સ્વાદના રસિયા તરીકે થાય છે. પરંતુ, હવે રાજકોટના આંગણે સાહિત્ય ઉત્સવ પણ મનાવાઈ રહ્યા છે, ત્યારે રાજકોટ હવે શબ્દ, સાહિત્ય અને કલા- સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ ધરાવતું નગર બની ગયું છે. લિટરેચર ફેસ્ટીવલમાં ૧પ૦ થી વધુ બુક સ્ટોલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલનાયક વિજયભાઇ દેસાણીએ આ પ્રસંગને પુસ્તકોનો મહાકુંભ ગણાવી જ્ઞાનરૂપી મેળામાં ડુબકી લગાવવા વિદ્યાર્થીઓને અને સાહિત્ય રસિકોને નિમંત્રણ પાઠવ્યું હતું.
