Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: અખાદ્ય મલાઈ અને ગંભીર અનિયમિતતા બદલ ત્રણ ડેરી સીલ, દંડ ફટકારાયો

Live TV

X
  • રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગે પનીરના ઉત્પાદન અને વિતરણ કરતી ત્રણ પેઢીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

    ફૂડ સેફ્ટી અધિકારીઓએ ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ ખાતે તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં ત્રણેય પેઢીઓને સીલ કરી દીધી છે. તપાસ દરમિયાન આશરે 500 કિલો ફૂગ લાગેલી મલાઈ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પનીરના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નિયમોના ભંગ બદલ ત્રણેય પેઢીને રૂ. 5 હજાર લેખે કુલ રૂ. 15 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે માટે શહેરભરમાં સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply