રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના નવરાત્રી મહોત્સવની પૂર્વતૈયારીઓ અંગે બેઠક
Live TV
-
રાજપીપળા શહેરના હરસિદ્ધિ માતાજીના મંદિરે તા. 11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારા નવરાત્રી મહોત્સવની પૂર્વતૈયારીઓ અંગે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર સુશ્રી પરસનજીત કૌરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવનાને પગલે પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, વીજળી, આરોગ્ય સેવાઓ અને પોલીસ બંદોબસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી.પ્રાંત અધિકારી પરસનજીત કૌરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં દર્શનનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.
