Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

Live TV

X
  • રાજયમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગ ધ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજયના 59 તાલુકામાં આજે વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢ અને ગિરનારમાં વરસાદ વરસતા દામોદર કુંડ અને સોનરખ નદીમાં ઘોડાપુરથી જુનાગઢ શહેરમાં પાણી ઘુસ્યા હતા. જયારે ભાવનગર જિલ્લાની જીવદોરી સમાન શેત્રુંજી ડેમ પણ છલકાવાની તૈયારીમાં છે જેના પગલે આસપાસના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 

    રાજયમાં સાર્વત્રિક વરસાદના પગલે વિવિધ જળાશયો છલકાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઉપરવાસના વરસાદના કારણે રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 137.84 મીટર નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ હવે મહત્તમ સપાટીથી માત્ર 80 મીટર દૂર છે. હાલમાં ડેમમાં પાણીની આવક 95,948 ક્યુસેક થઈ છે અને નર્મદા ડેમના 2 દરવાજા મારફતે 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરને પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમ છલકાયા છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં હાલ 32,000 ક્યુસેક પાણીની આવક શરુ થઈ. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply