Skip to main content
Settings Settings for Dark

રાજય સરકાર બે લાખ ઇલેક્ટ્રીક વાહનો પર સબસીડી આપશે

Live TV

X
  • વિધાનસભામાં ગઇકાલે વાહનવ્યવહાર વિભાગની અંદાજે 3 હજાર 55 કરોડ રૂપિયાની માગણીઓ પસાર થઇ હતી. વાહન મંત્રી હર્ષ સંઘવીએ આ માંગણીઓ રજૂ   કરી હતી.  સંઘવીએ  જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મૂકી છે . 
    રાજય સરકારે વાયુ પ્રદુષણને ઘટાડવા અને ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.  જે અનુસાર તારીખ પહેલી જુલાઇ 2021 બાદ ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે. અને કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત  નિયત  થયેલ  સબસીડી  ચૂકવાશે. અત્યાર સુધીમાં કુલ ૫૧ હજાર  ૨૨૬ લોકોને સવાસો કરોડ રપિયાની  સબસીડી સીધી તેમના ખાતામાં આપી છે.

     
    મંત્રીએ વાહન સ્ક્રેપીંગ પોલિસી અંગે જણાવ્યું કે, હાલ નોંધાયેલાં અંદાજીત ૨૩ લાખ વાહનો આ પોલિસી હેઠળ સ્ક્રેપ થશે. સ્ક્રેપ સેન્ટરના નિર્માણ અર્થે ઓનલાઇન એક બારી પદ્ધતિ વિકસાવવાની કામગીરી હાલ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં કુલ પાંચ સ્ક્રેપીંગ ફેસીલીટીને મંજુરી આપવામાં આવી છે. મંત્રી સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં. ગયા વર્ષના બજેટ કરતા આશરે ત્રણ ગણી વધુ બજેટની જોગવાઈ કરવામાં આવી  છે. આગામી સમયમાં નવી 2000 બસો ખરીદવાનું લક્ષ્યાંક  નિયત કરાયો છે. જે તબક્કાવાર સેવાઓમાં મૂકાશે તેમજ રાજ્યમાં 50 ઈલેકટ્રીક બસો ચાલુ  કરવામાં આવેલ છે તથા આગામી સમયમાં બીજી 50 ઈલેકટ્રીક બસો ચાલુ કરવાનું આયોજન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
apply