રાજ્યનાં તમામ જિલ્લા અને તાલુકાઓમાં નિ: શુલ્ક યોગ કેમ્પનું આયોજન
Live TV
-
સરકારે મેદસ્વિતાપણું ઘટાડવા માટે નાનપણથી જ બાળકોને વ્યાયામ તરફ દોરવા માટે હાકલ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓમાં નિ: શુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ શારદા મંદિર સ્કૂલમાં યોગ સમર કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા ના એસ.ટી.એસ.સી સેલના નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતા હેઠળ આજે ગોધરા ખાતે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય યોગ બોર્ડના પદાધિકારીઓ, જિલ્લા રમત ગમત અધિકારી અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
7 વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકો માટે નિ:શુલ્ક યોગ અને સંસ્કાર શિબિરની આજથી શરૂઆત કરવામાં આવી હતી. આગામી 15 દિવસ સુધી દરરોજ 2 કલાક સુધી આ યોગ અને સંસ્કાર શિબિર બાળકો માટે યોજવામાં આવનાર છે. જેમાં બાળકોને લગતા યોગ તેમજ અન્ય પ્રેરણાદાઈ કિસ્સાઓ અને વાર્તાઓ થકી સંસ્કાર સિંચન પણ કરવામાં આવનાર છે.
બાળકોમાં શારીરિક અને માનસિક સ્થિતિ વધુ સુદ્રડ થાય અને બાળકો મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રહે તે માટે આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાસ બાળકો વર્ષ દરમિયાન યોગ ના અલગ અલગ આસનો નિયમિતપણે કરી શકે તે માટે યોગ પુસ્તિકા તેમજ યોગ ચિત્રપોથી પણ બાળકોને નિઃશુલ્ક આપવામાં આવી હતી.
