રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, મેઘરાજાનું વિધિવત આગમન
Live TV
-
અમદાવાદ, આણંદ, બોટાદ, અરવલ્લી, ચોટીલા, રાજકોટ , અમરેલીમાં વરસાદી ઝાપટા
રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવવા સાથે આજે સવારથી અમદાવાદ શહેરમાં વાદળો ઘેરાયા હતા. વરસાદી ઝાપટાંએ શહેરમાં ચોમાસાનો અહેસાસ કર્યો હતો. વરસાદના પ્રથમ ઝાપટા સાથે જ રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરીજનોએ વરસાદને વધાવી લીધો હતો.લાંબાગાળાની પ્રતિક્ષા પછી રાજ્યમાં ચોમાસુ બેસી ચૂક્યું છે. શનિવારે વલસાડ જિલ્લામાં આગમન સાથે જ ઉમરગામ તાલુકામાં આઠ કલાકમાં છ ઈંચ વરસાદ થયો હતો. સૂરત જિલ્લામાં પણ વરસાદે હાજરી પૂરાવી હતી. શનિવારે રાજકોટ, સાવરકુંડલા, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ચોટીલા અને ઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા હતા.ડાંગ જિલ્લાના ઉપરવાસના વિસ્તારમાં સારો વરસાદ થતાં પૂર્ણા અને ગીરવા નદીમાં નવા નીર આવ્યા હતા.બનાસકાંઠાના અંબાજી, પોશીના, લાંબડિયામાં પણ ગઈકાલ સાંજથી જ વરસાદી માહોલ છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, 26 જૂનથી રાજ્યભરમાં સારો વરસાદ પડશે, પરંતુ વરસાદે તે પહેલાં જ હાજરી પૂરાવતાં ખેડૂતોમાં આનંદનું મોજૂ ફરી વળ્યું છે.