Skip to main content
Settings Settings for Dark

રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-ધોળકા મતક્ષેત્રની ચૂંટણી રદ કરવાની સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો

Live TV

X
  • રાજ્યના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટેનાં ઓર્ડર પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળી ગયો છે. હાઇકોર્ટે 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરી હતી. ત્યારે હાઇકોર્ટનાં ઓર્ડર પર સુપ્રીમ કોર્ટનો સ્ટે મળતા ભાજપ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

    ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા મતક્ષેત્રની મતગણતરીનાં મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ કરવાનો ચૂકાદો આપ્યો હતો. તેની સામે આજે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ સુપ્રિમ કોર્ટના સ્ટેના ચૂકાદાને અમે સહર્ષ આવકારીએ છીએ. આ સુપ્રિમ કોર્ટનો ચૂકાદો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને રાજય સરકાર માટે એક સારાં અને રાહતના સમાચાર છે.  

    મહત્વની વાત છે કે, 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં અરજી કરી હતી ત્યારે, હાઇકોર્ટે પુરાવા અને અશ્વિન રાઠોડની અરજી માન્ય રાખી અને ભુપેન્દ્રસિંહની સામે ચુકાદો સંભળાવતા ચૂંટણી રદ્દ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply