રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા એસ.મુરલીક્રિષ્ના
Live TV
-
રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે 1998ની બેચના આઈએએસ અધિકારી એસ મુરલીક્રિષ્નાની નિમણૂંક - કૃષિ વિભાગના સહકાર, પશુપાલન અને મત્સ્યોયોગ સચિવનો હોદ્દો સંભાળતા મુરલીક્રિષ્ના હવે બીબી સ્વૈનનું લેશે સ્થાન.
ભારતના ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત કેડરના 1998ના બેચના આઈએએસ ડો.એસ.મુરલીક્રિષ્નાની નિમણૂંક કરી છે. હાલના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન ડેપ્યુટેશનમાં કેન્દ્ર સરકારમાં જતા કમિશન દ્વારા મુરલીક્રિષ્નાની નિમણૂંક કરાઈ છે. રાજ્યના નવનિયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્ના હાલમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ હાલ કૃષિ વિભાગમાં સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગ સચિવનો હોદ્દો સંભાળી રહ્યા છે. ડો.મુરલીક્રિષ્ના ફિઝીશિયન તરીકે આંધ્રપ્રદેશ સ્ટેટ સિવિલ સર્વિસમાં સેવા આપી ચૂક્યા છે.