રાજ્યના 204 તાલુકામાં વરસ્યો વરસાદ, અરવલ્લીના ભીલોડામાં સૌથી વધુ 6.5 ઈંચ
Live TV
-
વાપીના વ્યારા અને ડોલવણમાં નોંધાયો 5.5 ઈંચ વરસાદ. ભિલોડા તાલુકાની ઈન્દ્રાસી અને હાથમતી નદી થઈ બે કાંઠે વહેતી. માઝુમ ડેમમાંથી છોડવામાં આવ્યું.ત્રણ હજાર ક્યુસેક પાણી.
રાજ્યમાં ચોમાસું જામતા સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વધતાં -ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે તાપીના વ્યારા અને દોલવણમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.. જ્યારે દક્ષિણ ગુજરાત અને દ્વારકાના કુલ 9 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
કયાં-ક્યાં જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
